Solar Rooftop Yojana 2023 | સોલાર રૂફટોપ યોજના

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Solar Rooftop Yojana 2023: જો તમે લાઈટ બિલ ભરી ને કંટાળી ગયા છો તો આ લેખ તમારા કામનો છે સરકારની એક યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છે, જે તમારે જાણવી જરૂરી છે.

નમસ્કાર મિત્રો સરકારી યોજના વેબસાઈટ પર તમારુ સ્વાગત છે. આપણે અહીં આપણે વિવિધ સરકારી યોજનાઓ વિશે લોકોને માહિતી મળી રહે તેવા પ્રયત્ન કરીએ છીએ. જો તમારે વિવિધ સરકારી યોજનાઓ વિષે માહિતગાર રહેવું હોય તો નીચે આપેલા whatsapp બટન દ્વારા તમે ગ્રુપમાં જોડાઈ શકો છો.

સોલાર રૂફટોપ યોજના 2023 | Solar Rooftop Yojana

પેટ્રોલ ડીઝલ અને ઇલેક્ટ્રિસિટી ના ભાવ સતત વધી રહ્યા છે આવા સમયમાં કેન્દ્ર સરકારની મહત્વની યોજના ઉપયોગી સાબિત થઇ રહી છે. આ યોજના વિવિધ રાજ્યો પોતાની રીતે અમલ કરે છે આજે આપણે Gujarat Solar Rooftop Yojana વિશે જાણીશું.

સોલાર રૂફટોપ યોજના દ્વારા સૂર્યના કિરણ પરથી વીજળી ઉત્પન્ન કરી શકશો તે માટે સોલાર પ્લેટ ધાબા પર કે ઈમારતની છત પર લગાવવામાં આવે છે. જેના દ્વારા ઇલેક્ટ્રિકસીટી ઉત્પન્ન કરીને તેનું વેચાણ પણ કરી શકાય છે અને ઘર વપરાશ માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે.

Solar Rooftop Yojana Info

યોજનાનું નામસોલાર રૂફટોપ યોજના 2023
લાભાર્થીઓભારતના નાગરિકો
કોના દ્વારા અમલમાં મુકવામાં આવીMinistry Of New & Renewable Energy Government Of India
મળવાપાત્ર સબસીડી૨૦% લઈને ૪૦% સુધી મળવાપાત્ર
વેબસાઈટhttps://suryagujarat.guvnl.in/

Solar Rooftop Yojana મુખ્ય ઉદ્દેશ

 • રાજ્યમાં હરિત અને સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવું
 • કાર્બનનું ઉત્સર્જન ઘટાડવું
 • અશ્મીભૂત ઇંધણો ઉપર નિર્ભરતા ઘટાડવી
 • સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા યોજનાના લક્ષ્ય પ્રાપ્ત કરવા

Solar Rooftop Yojana ના લાભ

 • સોલર પ્લાન્ટ લગાવવાનો ખર્ચ અંદાજે 5 વર્ષ માં વસૂલ થઈ જશે, પછી ઉત્પન્ન થયેલ વધારાની વીજળી બાકીના 20 વર્ષ સુધી મફત મળશે, આમ ઈન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ પણ આ યોજના ખૂબ જ ફાયદાકારક છે.
 • જો વપરાશ કરતાં વધારે વીજળી ઉત્પન્ન થતી હશે તો તે ગ્રીડમાં જશે, જે વીજનિયમન પંચ દ્વારા નક્કી થયેલ ભાવ મુજબ 25 વર્ષ સુધી વીજ કંપની દ્વારા ખરીદવામાં આવશે અને નિયત રકમની ચૂકવણી પણ કરવામાં આવશે.
 • તમારા વપરાશ સિવાયના યુનિટ rs.2.25/Unit લેખે વીજ કંપની ખરીદી લેશે દરેક નાણાકીય વર્ષ ને અંતે વીજબિલ માં જમા થતી વધારાની રકમ આપના બેન્ક ખાતામાં મોકલવામા આવશે.
 • સોલર રૂફ ટોપ પ્લાન્ટ સ્થપાયા બાદ જે તે એજન્સી ૫ વર્ષ સુધી સિસ્ટમનું વિનામુલ્યે મેન્ટેનન્સ કરશે.

આ પણ વાંચો: વ્હાલી દીકરી યોજના 2022 | Vahli Dikari Yojana Gujarat

Solar Rooftop Yojana Subsidy ગુજરાત માટે જરૂરી ડોક્યુમેન્ટ

 • વિક્રેતા, લાભાર્થી અને ડિસ્કોમ અધિકારી દ્વારા હસ્તાક્ષર કરાયેલ સોલર સિસ્ટમ કમિશનિંગ રિપોર્ટ
 • રૂફટોપ સોલર સિસ્ટમ સેટઅપ માટે વેન્ડર તરફથી ચૂકવણીનું બિલ/પ્રમાણપત્ર
 • 10kw કરતાં વધુ સેટઅપ: Cei દ્વારા ચાર્જિંગ પરવાનગી માટેનું પ્રમાણપત્ર
 • 10kw કરતાં ઓછું સેટઅપ: ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અથવા કોન્ટ્રાક્ટરનું પ્રમાણપત્ર
 • સંયુક્ત સ્થાપન અહેવાલ જે લાભાર્થી અને સૂચિબદ્ધ વિક્રેતા દ્વારા હસ્તાક્ષર કરેલ ઇન્સ્ટોલેશન વિશે પ્રદાન કરે છે

Solar Rooftop Yojana 2023 Online Apply

ઓનલાઇન એપ્લાય કરવા માટે તમે વેબસાઈટ પર જઈ ત્યાંથી કરી શકો છો અને બીજી જરૂરી વિગતો જાણી શકો તે માટે નીચે લીંક આપવામાં આવી છે

Online ApplyClick Here

સોલાર રૂફટોપ યોજનાની સબસિડી 2023

ક્રમકુલ ક્ષમતાકુલ કિંમત પર સબસીડી
13 KV સુધી40%
23 KV થી 10 KV સુધી20%
310 KV થી વધુસબસીડી મળશે નહિ

Solar Rooftop Yojana 2022 Helpline Number

Email: [email protected]

ટોલ ફ્રી નંબર (Toll free number) 1800-180-3333

ખાસ નોંધ: સરકારી યોજનાઓમાં વખતોવખત ફેરફારો થતા હોય છે અહીં અમે આપેલી માહિતી વિવિધ માહિતીના સ્ત્રોત દ્વારા એકઠી કરી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. વધુ અને સચોટ માહિતી માટે આપે એકવાર ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત અવશ્ય લેવી.

Leave a Comment