આ કામ ના કર્યું તો બાળકોનું Aadhaar Card થઈ જશે બંધ

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Aadhaar Card Update: નમસ્કાર મિત્રો Sarkari Yojana વેબસાઇટ માં તમારુ સ્વાગત છે આજે આપણે વાત કરીશું આધાર કાર્ડ વિશે. આધાર કાર્ડ હાલમાં ખૂબ જરૂરી પુરાવો બની ગયો છે. દરેક જગ્યાએ આધાર કાર્ડ ની જરૂર પડે છે, શાળા હોય, સરકારી યોજના હોય કે પછી અન્ય કોઈ જગ્યાએ ઓળખાણ માટે આધારકાર્ડ હોવું જરૂરી છે.

આધાર કાર્ડની જરૂરિયાત જોતા દરેક વાલી પોતાના બાળકના આધાર કાર્ડ પણ સમયસર બનાવી લેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે એ બાળક ના પાંચ વર્ષ પૂર્ણ થતા જ તે આધાર કાર્ડ બંધ (Deactive) થઇ જય છે? જો તમે જાણવા માંગતા હોય કે આધાર કાર્ડ બંધ (Deactive) કેમ થઇ જાય છે અને શું કરવાથી ફરી વાર આધાર કાર્ડ શરુ થઇ શકે. તો આ લેખ જરૂર વાંચો.

આપણા દેશમાં UIDAI જે આધાર કાર્ડ ઇસ્યુ કરે છે તેમણે જાણ કરી છે કે નાના બાળકોના આધાર કાર્ડ બ્લુ કલર ના હશે અને તેમાં એમના ફોટો પણ નહીં હોય. જો બાળકની ઉમર પાંચ વર્ષની થઇ જાય તો એ આધાર કાર્ડ તરત જ બંધ થઇ જશે અને તેના પછી તેનું બાયોમેટ્રિક અપડેટ કરાવવું પડશે. એના પછી જ એ પાછું એક્ટિવેટ થઇ શકશે.

Aadhaar Card બાયોમેટ્રિક અપડેટ

બાયોમેટ્રિક અપડેટ એટલે ફરીથી એ બાળકનો ફોટો અપડેટ કરવો પડશે. તેના દસેદસ આંગળીઓના ફિંગર અપડેટ કરાવવાના રહેશે અને આંખ નો ફોટો સબમીટ કરાવવાનો રહેશે. આ ફક્ત બાળકની ઉંમર પાંચ વર્ષ પૂર્ણ થાય ત્યારે જ નહીં પણ જ્યારે બાળકની ઉંમર ૧૫ વર્ષની થાય ત્યારે પણ આ બધી જ પ્રોસેસ કરવાની રહેશે.

Aadhaar Card અપડેટ કઈ રીતે કરવું?

જો તમારા બાળકને 5 વર્ષ કે 15 વર્ષ પૂર્ણ થઈ જાય ત્યારે નજીકના આધાર એનરોલમેન્ટ સેન્ટર જાઓ જ્યાં બાળકના ફિંગર સ્કેન કરવામાં આવશે ફોટો સબમીટ કરવાનો રહેશે અને આંખ નો ફોટો સબમિટ કરવામાં આવશે.

બસ આટલી જ સરળ પ્રોસેસ દ્વારા તમે તમારા બાળકનું આધાર કાર્ડ અપડેટ કરી ફરીથી એક્ટિવ કરી શકો છો.

આ પ્રક્રિયા માટે કોઈપણ જાતનો ચાર્જ કે ફી હોતી નથી.

Aadhaar card અપડેટ માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • ઓળખાણ નો પુરાવો
  • એડ્રેસ નો પુરાવો
  • બાળકનું જન્મ પ્રમાણપત્ર
  • બાળક નું આધાર કાર્ડ

ખાસ નોંધ: જ્યારે તમે આધાર કાર્ડ અપડેટ કરવા જાવ ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે અપડેટ કરાવતી વખતે આધારકાર્ડ માં આપેલી માહિતી અંગ્રેજીમાં અને ગુજરાતીમાં એકવાર જરૂર ચેક કરી લેવી. જો કોઈ ભૂલ હોય તો ત્યાં જ સુધારો કરાવી લેવો. જેથી કરીને એકવાર સબમીટ કર્યા પછી તમારે સુધારા કરવા માટેની લાંબી પ્રોસેસ કરવી નહીં પડે. એટલે ત્યાં જ તમારી જરૂરી વિગતો ની ખરાઇ કરી લેવી.

આ પણ વાંચો:

Aadhaar Card update

વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

આધાર કાર્ડ અપડેટ કરવા માટે ક્યાં જવું પડશે?

તમારી નજીકના આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જઈ તમે આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો.

શું આધાર કાર્ડમાં ઓનલાઈન નામ સુધારો કરી શકાય?

હા, તે માટે Aadhaar Card ની ઓફીસીયલ વેબસાઇટ UIDAI પર જઈ જરૂરી પુરાવાઓ અપલોડ કરી નામમાં સુધારો કરી શકાય છે.

Leave a Comment