Update Aadhaar Online: આધારકાર્ડ એ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ અને સુવિધાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ એક ફરજિયાત ડોક્યુમેન્ટ બની ગયું છે.
સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ 1200 થી વધુ યોજનાઓમાં આધાર કાર્ડ એ જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે. તેમજ વિવિધ બેંકો દ્વારા પણ આધાર કાર્ડ નો આગ્રહ રાખવામાં આવે છે જેથી ઝડપી અને પેપરલેસ સુવિધાઓ પૂરી પાડી શકાય.
આધાર કાર્ડ એ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જેથી તેની તમામ વિગતો બરોબર હોવી જોઈએ. જો તમારા આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ કે એડ્રેસમાં કોઈ ભૂલ હોય, તો હવેથી તમે તેને ઓનલાઈન સુધારી શકો છો. UIDAI સૂચના મુજબ માય આધાર પોર્ટલ પર જઈ આધારકાર્ડમાં તમારું નામ જન્મતારીખ એડ્રેસ ઘરે બેઠા સુધારી શકો છો.
Update Aadhaar Online | નામ જન્મતારીખ એડ્રેસ સુધારો ઓનલાઇન
આધારકાર્ડ એ મહત્વપૂર્ણ દસ્તાવેજ હોવાથી તેની સેવાઓ સરળ રીતે દરેક નાગરિક સુધી પહોંચે તે માટે યુઆઇડીએઆઇ દ્વારા માય આધાર પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જ્યાંથી આધાર કાર્ડ ધારક પોતાના આધાર કાર્ડ માં નીચે મુજબના સુધારા કરી શકે છે.
- નામ (માત્ર નાનો સુધારો)
- જન્મ તારીખ
- જાતિ (સ્ત્રી/પુરુષ)
- સરનામું
તમારી વિગતો આ રીતે સુધારો ઓનલાઈન
- સૌપ્રથમ https://myaadhaar.uidai.gov.in/ પોર્ટલ ઓપન કરો.
- ત્યારબાદ હોમ પેજ પર રહેલા લોગીન બટન પર ક્લિક કરો.
- તમારો આધાર નંબર દાખલ કરો અને કેપ્ચા કોડ દાખલ કરી સ્ટેન્ડ ઓટીપી પર ક્લિક કરો.
- તમારા રજીસ્ટર મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે તે દાખલ કરી સબમિટ બટન પર ક્લિક કરો.
- તમારી સામે વિવિધ ઓપ્શન ખુલી જશે તેમાંથી Update Aadhaar Online પર ક્લિક કરો.
- તમારી સામે સૂચનાઓનું એક પેજ ખુલશે જે વાંચી નીચે આપેલ પ્રોસિડ ટુ અપડેટ આધાર પર ક્લિક કરો.
- તમારી સામે વિગતો નું લિસ્ટ આવી જશે જે વિગત સુધારવા માગતા હોય તેના પર ક્લિક કરો જેમકે નામ એડ્રેસ જન્મ તારીખ વગેરે.
- તમારી સામે તમારા હાલના આધાર કાર્ડ ની વિગત અને તેની નીચે સુધારા કરવા માટેની જગ્યા આવી જશે, તેમજ તમારે એક વેલીડ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ નેક્સ્ટ બટન પર ક્લિક કરવું.
- રૂપિયા 50 ની ઓનલાઇન પેમેન્ટ ફી ભરી સબમિટ કરવું, ત્યારબાદ તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર એસએમએસ આવી જશે જેમાં એસ એન આર નંબર આપવામાં આવશે.
- જો તમારી માહિતી યોગ્ય હશે તો 30 દિવસની અંદર તમારું આધાર કાર્ડ અપડેટ થઈ જશે.
આધારકાર્ડ માં નામ જન્મ તારીખ એડ્રેસ કેટલીવાર સુધારી શકાય
આધારકાર્ડમાં તમે નામ બે વાર જન્મ તારીખ એક વાર જાતિ એકવાર અને સરનામામાં ગમે તેટલી વાર સુધારો કરાવી શકો છો.
સુધારો કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- ઓળખાણનો પુરાવો (Proof of Identification)
- સરનામાના પુરાવો (Proof of Address)
- જન્મ તારીખનો પુરાવો (Proof of date of birth)
આ પણ વાંચો:
- Aadhar Card Pdf Password: જાણો તમારા આધાર કાર્ડ પીડીએફ નો પાસવર્ડ શું હોય છે
- આ કામ ના કર્યું તો બાળકોનું Aadhaar Card થઈ જશે બંધ
- તમારા આધાર કાર્ડ નો ઉપયોગ કયા-કયા થઈ રહ્યો છે, જાણીલો ક્યાંય ખોટી રીતે તો ઉપયોગ નથી થઇ રહ્યોને