Aadhar Card Pdf Password: જાણો તમારા આધાર કાર્ડ પીડીએફ નો પાસવર્ડ શું હોય છે

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Aadhar Card Pdf Password: આધારકાર્ડ એ મહત્વનું ડોક્યુમેન્ટ છે દરેક જગ્યાએ આધાર કાર્ડ ની જરૂર પડે છે આધાર કાર્ડ ને લગતી ઘણી બધી સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ છે.

UIDAI દ્વારા આધાર કાર્ડ ને લગતી ઘણી બધી સુવિધાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં તમે તમારું નામ, સરનામું, જન્મ તારીખ વગેરે અપડેટ કરી શકો છો. આ સાથે જ તમે તમારા આધાર કાર્ડ ની pdf ડાઉનલોડ કરી શકો છો.

જ્યારે તમે Online Aadhar Card Pdf Download કરો છો ત્યારે તે પીડીએફ પાસવર્ડ પ્રોટેક્ટેડ હોય છે. તેને ઓપન કરવા માટે પાસવર્ડ ની જરૂર રહે છે. તો આજે તમને જણાવીશું કે કયો પાસવર્ડ દાખલ કરવાથી પીડીએફ ઓપન થશે.

આ હોય છે આધાર કાર્ડ પીડીએફ નો પાસવર્ડ | Aadhar Card Pdf Password

આધાર કાર્ડ ની ઓફિસિયલ વેબસાઈટ પરથી જ્યારે તમે એ આધાર ડાઉનલોડ કરો ત્યારે પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ થાય છે. આ પીડીએફ ને ઓપન કરતા જ તેમાં પાસવર્ડ દાખલ કરવાની જરૂર પડે છે. જ્યારે તમે પીડીએફ ડાઉનલોડ કરો ત્યારે જ તમને જણાવવામાં આવે છે કે તેના પાસવર્ડ તરીકે શું હોય છે.

આ પણ વાંચો: આધારકાર્ડમાં નામ, જન્મતારીખ, એડ્રેસ ઘરે બેઠા સુધારો

Aadhar Card Pdf Password

e-Aadhar Card Pdf Password તરીકે તમારા શરૂઆતના નામના ચાર અક્ષર અને તમારા જન્મનું વર્ષ હોય છે. જો તમારું નામ તમારી અટક થી શરૂ થતું હોય તો તેના ચાર અક્ષર લેવા, એટલે કે આધાર કાર્ડ ઉપર જે પ્રમાણે નામ હોય તેના પ્રથમ ચાર અક્ષર કેપિટલ એટલે કે પહેલી એબીસીડી માં દાખલ કરવા અને ત્યારબાદ તમારા જન્મનું વર્ષ. ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ.

ઉદાહરણ: ધારો કે તમારું નામ ANISH Y KUMAR છે અને તમારા જન્મનું વર્ષ છે અને તમારા જન્મનું વર્ષ 1989 છે. તો તમારો પાસવર્ડ હશે “ANIS1989“.

આ પણ વાંચો: હવે આ તારીખ સુધી ફ્રીમાં અપડેટ કરાવી શકશો આધાર કાર્ડ

શા માટે રાખવામાં આવે છે પાસવર્ડ

આધારકાર્ડ એ અતિ મહત્વનો પુરાવો છે આથી અન્ય વ્યક્તિ તેનો દૂર ઉપયોગ ન કરી શકે અને તેની ગુપ્તતા જળવાઈ રહે અને જે વ્યક્તિનું આધારકાર્ડ છે તે વ્યક્તિ જ તેનો ઉપયોગ કરે તે માટે આધાર કાર્ડ પીડીએફ ને પાસવર્ડ પ્રોટેક્ટેડ બનાવવામાં આવે છે.

Aadhar Card Pdf Download કઈ રીતે કરવી

તમારા આધારકાર્ડની પીડીએફ ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ અનુસરો.

  • સૌપ્રથમ આધાર કાર્ડ ની ઓફિસિયલ વેબસાઈટ પર જાવ
  • હોમ પેજ પર e-Aadhaar Download ઓપ્શન ઉપર ક્લિક કરો
  • હવે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો અને કેપ્ચા કોડ દાખલ કરી સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરો
  • તમારા આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર ઉપર OTP આવશે. તે દાખલ કરી સબમીટ પર ક્લિક કરતા જ તમારી Aadhaar card pdf download થઇ જશે

e-Aadhar Card Pdf ના ફાયદા

  • eAadhar card pdf તમારા ફિઝિકલ આધાર કાર્ડ જેટલું જ માન્ય છે.
  • ગમે ત્યારે સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે.
  • e-Aadhaar Card pdf મોબાઇલમાં સાચવી શકાય છે અને ગમે ત્યારે ઉપયોગ કરી શકાય છે.
  • આધારકાર્ડ પીડીએફ ફાઈલ પાસવર્ડ પ્રોટેક્ટેડ હોય છે તેથી તેનો દૂર ઉપયોગ અટકે છે.

તો મિત્રો, આશા રાખીએ છીએ કે આપેલી માહિતી તમને ગમી હશે. આવી જ લેટેસ્ટ જાણકારી અને સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટ ની મુલાકાત જરૂર લો. તમે અમારા Whatsapp ગ્રુપમાં પણ જોડાઈ શકો છો જેથી લેટેસ્ટ અપડેટ તમને સમયસર મળી રહે.

Leave a Comment