PAN-Aadhar લિંક ન કરનારના પાનકાર્ડ થયા નિષ્ક્રિય, ફરી સક્રિય કરવા જાણો શું કરવું

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

PAN Aadhar link latest update: પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન હતી, જે લોકો પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક નથી કર્યું તેનું પાનકાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવ્યું છે.

આ પહેલા સરકાર દ્વારા PAN-Aadhar link કરવાના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો હતો. એટલે આ વખતે પણ લોકોને એમ હતું કે સરકાર દ્વારા સમયગાળો વધારવામાં આવશે પરંતુ Incometax Department દ્વારા કોઈપણ સમયગાળો વધારવામાં આવ્યો નથી.

જે લોકોના પાનકાર્ડ ઇનએક્ટિવ (નિષ્ક્રિય) થઈ ગયા છે તેમને હવે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ અમે તમારા માટે એક સમાધાન લાવ્યા છીએ તે માટે આ લેખને સંપૂર્ણ વાંચો.

PAN Aadhar Link Latest Update 2023

ઇન્કમટેક્સ વિભાગના નોટિફિકેશન મુજબ 30 જૂન 2023 પાન આધાર લિંક કરવાની છેલ્લી તારીખ હતી, જે લોકોએ આ તારીખ પહેલા પાનકાર્ડ આધાર કાર્ડ લિંક કર્યા છે, તેમના પાનકાર્ડ એક્ટિવ રાખવામાં આવ્યા છે. જ્યારે જે લોકો 30 જૂન સુધીમાં પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવામાં નિષ્ફળ રહ્યા છે, તેમના પાનકાર્ડ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇનએક્ટિવ કરી દેવામાં આવ્યા છે. એટલે કે પાનકાર્ડને લગતા કોઈપણ કાર્ય તેઓ કરી શકશે નહીં.

આ રીતે ચકાસો તમારું પાનકાર્ડ એક્ટિવ છે કે નહીં

ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જે લોકોના પાન આધાર લિંક નથી થયા તેવા પાનકાર્ડને નિષ્ક્રિય કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જો તમે ચકાસવા માગતા હોય કે તમારું પાનકાર્ડ એક્ટિવ છે કે નહીં તો નીચેના સ્ટેપ અનુસરો.

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાવ નીચે લિંક આપેલી છે.
  • હોમપેજ પર તમને Verify Your PAN નામનો ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારું પાનકાર્ડ નંબર, નામ, જન્મ તારીખ અને મોબાઈલ નંબર દાખલ કરી Continue ઉપર ક્લિક કરો.
  • તમારી સામે મેસેજ આવી જશે કે તમારું પાનકાર્ડ એક્ટિવ છે કે નહીં.

જો તમારું પાનકાર્ડ ઇનોપોરેટિવ એટલે કે નિષ્ક્રિય થઈ ગયું છે તો નીચે આપેલ માહિતી પ્રમાણે તમે ફરીથી સક્રિય કરી શકો છો.

પાનકાર્ડ નિષ્ક્રિય થયા પછી ક્યાં કાર્યો અટકશે

જો તમે પાનકાર્ડ આધારકાર્ડ લિંક નથી કરાવેલું તો તમારું પાનકાર્ડ ની નિષ્ક્રિય થઈ જશે અને નીચે આપેલા કાર્યો અટકી જશે.

  • ટેક્સ રિફંડ નહીં મેળવી શકો.
  • PAN નિષ્ક્રિય રહે તે સમયગાળા માટે આવા રિફંડ પર વ્યાજ ચૂકવવાપાત્ર રહેશે નહીં.
  • TDS અને TCS અધિનિયમમાં જોગવાઈ કર્યા મુજબ, ઊંચા દરે કપાત/એકત્ર કરવામાં આવશે.
  • આ સિવાય તમારા બેન્કિંગ વ્યવહાર, વિવિધ યોજનાઓ કે જેમાં પાનકાર્ડ જરૂરી છે વગેરેમાં પણ અસર પડી શકે છે.

તમારા પાનકાર્ડની આ રીતે કરો ફરી એક્ટિવ (સક્રિય)

જો તમે 30 જૂન સુધીમાં પાન આધાર લિંક નથી કર્યું તો તમારું પાનકાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવશે. પરંતુ તેને ફરી સક્રિય કરી શકો છો, એટલે કે તમે પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરી શકો છો.

ઇન્કમટેક્સ વિભાગના નોટિફિકેશન અનુસાર તમે હજી ₹1,000 ફી ભરીને પાનકાર્ડ આધાર કાર્ડ લિંક કરી શકો છો. જ્યારે તમે પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરશો ત્યારબાદ 30 દિવસમાં તમારું પાનકાર્ડ ફરીથી એક્ટિવ કરવામાં આવશે.

પાન એક્ટિવ છે કે નહિ, ચેક કરો અહીંઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment