TAT-(HS): શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા જાહેર, ઓનલાઈન ફોર્મ શરૂ

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

TAT Higher Secondary: ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે અગત્યના સમાચાર છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગુજરાત રાજ્યમાં નોંધાયેલ સરકારી અને ખાનગી (ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર) ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી (Teacher Aptitude Test 2023) જાહેર છે.

આજે અમે તમને TAT-(HS) 2023 માટે ઓનલાઇન ફોર્મ, પરીક્ષા ફી, પરીક્ષા પદ્ધતિ વગેરે વિષે વિસ્તૃત માહિતી આપીશું તો આ લેખને સંપૂર્ણ વાંચો.

TAT Higher Secondary 2023

ઉચ્ચતર માધ્યમિક વિભાગ એટલે કે ધોરણ 11 12 માં શિક્ષક બનવા માગતા ઉમેદવારો માટે ટાટ પરીક્ષા પાસ કરવી જરૂરી છે નવી પરીક્ષા પદ્ધતિ અનુસાર આ પરીક્ષા દ્વિસ્તરી રહેશે પ્રાથમિક પરીક્ષા બહુ વિકલ્પ પ્રશ્નો વાળી અને ત્યારબાદ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે.

TAT (HS) Notification 2023 Overview

પરીક્ષાનું નામTeacher Aptitude Test (TAT)
વિભાગરાજ્ય પરીક્ષા બોર્ડ
ઓનલાઇન ફોર્મ તારીખ05/07/2023
છેલ્લી તારીખ15/07/2023
પ્રાથમિક પરીક્ષા06/08/2023
મુખ્ય પરીક્ષા17/09/2023
ઓફિસિયલ વેબસાઈટsebexam.org

પરીક્ષા ફી

  • કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી રૂપિયા રૂ.400/- જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફી રૂ. 500/- ભરવાની રહેશે.
  • કોઈપણ સંજોગોમાં ભરેલી ફી પરત કરવામાં આવશે નહીં.

ક્યા ક્યા વિષયની પરીક્ષા લેવાશે

ઉચ્ચતર માધ્યમિક શાળામાં શીખવવામાં આવતા નીચે મુજબના વિષયોની પરીક્ષા લેવામાં આવશે.

  1. Account & Commerce
  2. Biology
  3. Chemistry
  4. Computer
  5. Economic
  6. English
  7. Geography
  8. Gujarati
  9. Hindi
  10. History
  11. Krishi Vidya
  12. Maths
  13. Philosophy
  14. Physics
  15. Psychology
  16. Sanskrit
  17. Sociology
  18. Statistics
  19. Physical
  20. Education

શૈક્ષણિક લાયકાત

નોંધાયેલી સરકારી અને ખાનગી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સંબંધિત વિષયના શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ અને તેમાં વખતો વખત થતા સુધારા વધારા સાથેની શૈક્ષણિક અને તાલીમ લાયકાત ધરાવતા ઉમેદવાર જ આ શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક)માટે ઉપસ્થિત થઈ શકશે.

પરીક્ષા પદ્ધતિ

શિક્ષક અભિરુચિ કસોટી પ્રાથમિક અને મુખ્ય એમ દ્વિસ્તરી સ્પર્ધાત્મક પરીક્ષા સ્વરૂપની રહેશે.

પ્રાથમિક પરીક્ષા સ્વરૂપ

  • આ કસોટી બે વિભાગમાં રહેશે વિભાગ-1માં 100 પ્રશ્નો અને વિભાગ-2 માં 100 રહેશે.
  • આ કસોટી માં કુલ 200 પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્રનો સળંગ સમય 180 મિનિટનો રહેશે.
  • પ્રથમ ભાગ બધા ઉમેદવારો માટે સરખો અને બીજો ભાગ વિષય મુજબ રહેશે.
  • આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની OMR આધારિત રહેશે.

મુખ્ય પરીક્ષાનું સ્વરૂપ

  • પ્રશ્નપત્ર-1 ભાષા ક્ષમતા
  • પ્રશ્નપત્ર-2 વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર

વધુ વિગતો માટે ઓફિસિયલ નોટિફિકેશન જુઓ ડાઉનલોડ લિંક નીચે આપેલી છે.

TAT (HS) ઓનલાઇન અરજી કઈ રીતે કરવી

લાયકાત ધરાવતા ઉમેદવારો એ https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે તથા તેની પ્રિન્ટ કાઢી સાચવી રાખવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક્સ

નોટિફિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment