પરસોત્તમ માસ હોય કે શ્રાવણ માસ, ઉપવાસમાં ઉત્તમ ગણાય છે આ વાનગી, જાણી લો એકવાર

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Health Update: પરસોત્તમ માસ અને ખાસ કરીને શ્રાવણ માસમાં લોકો ઉપવાસ કરતા હોય છે. ઉપવાસથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. પરંતુ તેના માટે ઉપવાસમાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તેની સમજ હોવી જરૂરી છે.

જો ખરી રીતે ઉપવાસ કરવામાં આવે તો શરીરને પાચનને લગતી બીમારીઓ અને અન્ય ઘણી બધી બીમારીઓમાં ફાયદો થાય શકે છે. તેમજ શરીર સ્વાસ્થ્ય અને તંદુરસ્ત બને છે.

આજે અમે તમને ઉપવાસમાં ઉત્તમ એવા સામા (સાંબો) વિશે જણાવીશું. ઉપવાસમાં સામો લેવામાં આવે છે, પણ સામાના ગુણને ધ્યાનમાં રાખતા તેને નિયમિત ખોરાકમાં સામેલ કરવાની ખાસ જરૂર છે.

ચાલો તો, આપણે સામાના કેટલાક ફાયદા વિશે જાણીએ.

બ્લડ સુગર નું નિયંત્રણ કરે

સામો બ્લડ સુગરનું નિયંત્રણ કરે છે એના કારણે ડાયાબિટીસના દર્દીઓને તે વધુ માફક આવે છે એક અભ્યાસ મુજબ સામામાં અન્ય ધાન્ય ની સરખામણી ઓછું કાર્બોહાઈડ્રેટ હોય છે. તેમજ ફાઇબર તેનામાં વધુ હોય છે. આ ગુણને કારણે સામો શરીરમાં બ્લડ સુગરના સ્તરને નિયંત્રણ રાખવામાં વધુ ઉપયોગી છે.

કોલેસ્ટ્રોલ ઘટાડે છે

બ્લડ સુગર ઉપરાંત સામો કોલેસ્ટ્રોલ ને પણ નિયંત્રણમાં રાખવા સમર્થ છે. સામામાં રેસિસ્ટંટ સ્ટાર્ચ વધુ રહેલું છે. રેસિસ્ટન્ટ સ્ટાર્ચ ફાઇબરનું કામ કરે છે અને શરીરના કોઈપણ હિસ્સામાં થતી બળતરા શાંત કરે છે. ઉપરાંત તેનાથી આંતરડાને બળ મળે છે, જેના કારણે ખરાબ કોલેસ્ટ્રોલ અથવા તો એલડીએલ અને શરીરનું કુલ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

જો કે સામાના સેવનમાં તેના પ્રમાણનું ધ્યાન રાખવું કારણ કે વધુ પ્રમાણમાં તેમનું સેવન કરવાથી ભેટ ફુલવાની તેમજ કબજિયાતની તકલીફ થઈ શકે છે.

શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે ઉપયોગી

શરીરના વિકાસ અને વૃદ્ધિ તેમજ ખરાબ થયેલા કોષોના રિપેર માટે પ્રોટીન મહત્વનું ઘટક છે. એક અભ્યાસ મુજબ સામામાં અન્ય ધાન્યની સરખામણીએ પ્રોટીન વધુ પ્રમાણમાં હોય છે. સામાના સેવનથી શરીરની માસીઓના વિકાસમાં સહાય મળે છે અને આરોગ્યની જાળવણી થાય છે.

પાચન ક્રિયા સંબંધિત સમસ્યામાં સહાયરૂપ

સામા પર થયેલા અભ્યાસ અનુસાર યોગ્ય પ્રમાણમાં સામાનું સેવન કબજિયાત સંબંધિત રોગો અને પાચન ક્રિયા સંબંધિત સમસ્યાઓ સામે રક્ષણ આપે છે. સામાના સેવનથી પાચન ક્રિયા તંદુરસ્ત રહે છે.

તો મિત્રો, માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રોને જરૂર શેર કરો અને આવી જ માહિતી મેળવતા રહેવા માટે અમારા Whatsapp ગ્રુપમાં જરૂર જોડાઓ.

Leave a Comment