ચાલુ વિધાનસભામાં પોર્ન જોવું ધારાસભ્યને પડ્યું ભારે સોશિયલ મીડિયા પર પોર્ન જોતા વિડિયો થયો વાયરલ આ રાજ્યની વિધાનસભાનો છે આ વિડીયો.
બે દિવસથી એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ચાલુ વિધાનસભામાં એક ધારાસભ્ય અશ્લીલ વિડિયો પોતાના મોબાઈલમાં જોઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં છે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે ત્રિપુરા વિધાનસભાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
- ત્રિપુરા વિધાનસભામાં પોર્ન જોતા પકડાયા ધારાસભ્ય
- પાછળથી કોઈએ બનાવી લીધો વિડીયો
- બચાવમાં કહ્યું મારા મોબાઈલમાં કોલ આવ્યો અને શરુ થયો વીડિયો
ત્રિપુરા વિધાનસભાનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. વિધાનસભાની કાર્યવાહી દરમિયાન અનેક વખત એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એક ધારાસભ્ય અશ્લીલ વીડિયો જોઈ રહ્યા છે. આ દરમિયાન તેમની પાછળ બેઠેલા અન્ય એક વ્યક્તિએ તેમનો એક વીડિયો બનાવ્યો હતો.
વાયરલ વિડિયો આ અઠવાડિયાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે વીડિયોમાં જે ધારાસભ્ય દેખાઈ રહ્યા છે તે જાદબ લાલ નાથ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક ક્લિપમાં જોઈ શકાય છે કે જ્યારે સ્પીકર અને ધારાસભ્યો સદનમાં બોલી રહ્યા છે, ત્યારે જાદવ લાલ મોબાઈલ પર કંઈક જોઈ રહ્યા છે, જે અશ્લીલ લાગે છે.
પોતાના બચાવમાં શું બોલ્યાં ધારાસભ્ય
ધારાસભ્ય જાદવ લાલ નાથે પોતાની સ્પષ્ટતામાં કહ્યું કે, “હું સારી રીતે જાણું છું કે વિધાનસભામાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ છે. મારા ફોન પર વારંવાર કોલ આવી રહ્યાં હતા. જેવો મેં ફોન રિસિવ કર્યો કે તરત પોર્ન વીડિયો શરુ થઈ ગયો હતો જોકે મેં પછી તરત બંધ કરી દીધો હતો.
ત્રિપુરા વિધાનસભા અધ્યક્ષ નિવેદન
ત્રિપુરા વિધાનસભાના અધ્યક્ષ વિશ્વબંધુ સેને કહ્યું, સોશિયલ મીડિયા પર ઘણી વસ્તુઓ વાયરલ થાય છે. હું તથ્યોની ખાતરી કર્યા વિના ધારાસભ્યની સામે ખાતરી ન કરી શકું. મને હજુ આ સંબંધમાં ફરિયાદ મળી નથી.