વાવાઝોડું લાઈવ લોકેશન: અંબાલાલ પટેલે તારીખ અને રસ્તા સાથે કરી વાવાઝોડાની આગાહી

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Live Cyclone Location: અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામીની સમયમાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થશે અને તેની અસર અરબ સાગરમાં પણ જોવા મળશે.

આ વાવાઝોડા વિશે વધુ માહિતી આપતા જણાવ્યું છે કે આગામી ઓક્ટોબર માસમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે અને તેના લીધે અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે.

Vavajudu Live Location 2023 Gujarat

અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતમાં ચોમાસું વિદાય લઈ રહ્યું હોવા છતાં પણ ગુજરાતના જુદા જુદા ભાગોમાં વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વરસાદ પડી શકે છે. વાવાઝોડાના રસ્તા અને સમય વિશે વાત કરી કે બંગાળના ઉપસાગરમાં મ્યાનમાર અને થાઈલેન્ડ તરફથી આવતી સિસ્ટમ હવે ધીરે ધીરે સક્રિય થશે અને તે 30 સપ્ટેમ્બર સુધીમાં પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના ભાગ તરફ આવી શકે છે.

Live Cyclone Tracker Map

અહીં તમે Vavajodu Live Map 2023 જોઈ શકો છો.

જેના લીધે દક્ષિણ પૂર્વ તરફ ઉપર ભારે પવન ફુંકાશે. આ સિસ્ટમ 5000 ફૂટની ઊંચાઈએ દરિયામાંથી વરાળ ઠંડી થતા વાદળોનો સમૂહ પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા તરફ થઈને પૂર્વ મધ્ય પ્રદેશના ભાગોમાં થઈ ઉત્તર તરફના ભાગોમાં જવાની શક્યતા રહેશે.

વાવાઝોડાની ગતિવિધિ વિશે વધુ જણાવતા અંબાલાલ પટેલે કહ્યું છે કે દક્ષિણ ચીન તરફ પૂર્વિત દેશો તરફ ચક્રવાતની શક્યતાઓ રહેતા અરબી સમુદ્રનો ભેજ બંગાળ તરફ ખેંચતો હતો. પરંતુ હવે સિસ્ટમ બનતા વાવાઝોડાની ગતિવિધિઓ શરૂ થઈ જશે.

બંગાળના ઉપસાગરમાં સર્જાતા વાવાઝોડાની અસર આરબ સાગરમાં જોવા મળી શકે છે જેના લીધે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં પવન ફૂંકાઈ શકે છે.

આ પણ વાંચો:

આ તારીખોમાં વાવાઝોડાની શક્યતા

3 ઓક્ટોબરે એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે 10 થી 20 ઓક્ટોબરમાં સિસ્ટમ બનવાની શક્યતા છે અને 26 ઓક્ટોબરના પણ બનશે એક સિસ્ટમ બનશે. એક પછી એક સિસ્ટમ બનતા બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાનું પ્રમાણ વધી શકે છે.

વધુમાં તેમને જણાવ્યું હતું કે સૂર્ય દક્ષિણ ગોળાર્ધ તરફ જતો હોવા છતાં બંગાળના ઉપસાગરનું ઉષ્ણતામાન ચક્રાવાત સર્જવા સક્ષમ છે. અરબ સાગરના સમુદ્રનું લેવલમાં જોતા સમુદ્રના ભાગમાં ઉષ્ણતામાન એક સરખું જળવાશે નહીં. અને બંગાળના ઉપસાગર જેવી સ્થિતિ અરબ સાગરના સમુદ્રના ઉષ્ણતામાન સાનુકૂળતા રહે તો ભારે ચક્રવાત બની શકે.

આમ છતાં દક્ષિણ મહારાષ્ટ્રનું હવાનો ઘુમાવ જણાતા કદાચ હળવા ચક્રવાત બની શકે. આ ઉપરાંત રાજસ્થાન તરફ એન્ટિ સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ગુજરાતના ચોમાસાની પીછેહઠ જોવા મળશે.

Leave a Comment