Pancard-Aadhaarcard link: આધાર પાનકાર્ડ લિંક અંગે હાઇકોર્ટના વાયરલ મેસેજ ની હકીકત શું છે

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Pancard-Aadhaarcard link: હાલમાં પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા એ દેશમાં ચર્ચાનો માહોલ બનાવ્યો છે. કારણ કે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જો 31 માર્ચ 2023 પહેલા પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નહીં કરવામાં આવે તો પાનકાર્ડ ધારકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

તેમના ઘણા બધા આર્થિક વ્યવહાર અટકી શકે છે. સાથે જ 31 માર્ચ સુધી પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે રૂપિયા 1000 ની ફી પણ રાખવામાં આવેલી છે. ત્યારે .લોકોના મનમાં એ પ્રશ્ન થઈ રહ્યો છે કે પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવું કે નહીં.

આજે આપણે સોશિયલ મીડિયા પર ફરી રહેલા પાનકાર્ડ આધારકાર્ડ લિંક ના વાયરલ મેસેજ ની વાત કરીશું એ પહેલા જો તમે એ જાણવા માગતા હોય કે કોને કોને પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવું ફરજિયાત છે અને કયા લોકોને કરવું જરૂરી નથી તો નીચેની લીંક ઉપર ક્લિક કરો.

આધાર પાનકાર્ડ લિંક અંગે હાઇકોર્ટના વાયરલ મેસેજ ની હકીકત

આધાર પાનકાર્ડને લિંક કરવા સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે ગુજરાત હાઇકોર્ટના અગાઉના ચુકાદોનો એક મેસેજ વાઇરલ થઈ રહ્યો છે આધાર પાનકાર્ડ લિંક ફરજિયાત ન હોવાનો મેસેજ વાયરલ થઇ રહ્યો છે.

વર્ષ 2017 માં વકીલ બંદીશ સોપારકરની અરજી પર હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો આધાર પાનકાર્ડ લિંક અંગે હાઇકોર્ટનો વાયરલ મેસેજ ખોટો હોવાનો ખુલાસો થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Pan Aadhaar link online આટલા લોકો માટે જરૂરી નથી

વર્ષ 2017 ના હાઇકોર્ટના એક ચુકાદા ને ટાંકીને મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આધાર કાર્ડ પાનકાર્ડ લિંક કરવું જરૂરી નથી પરંતુ આ મેસેજ અર્ધ સત્ય છે કારણ કે જે સમયે હાઇકોર્ટે આ ચુકાદો આપ્યો ત્યારે આ જ મેટર છે તે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતી સાથે ચુકાદામાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરવાની જરૂર નથી તે અલગ સંદર્ભમાં કહેવામાં આવ્યું હતું.

હાલમાં છે પાનકાર્ડ આધારકાર્ડ લિંકની ચર્ચા ચાલી રહી છે તે અલગ છે અને દરેક વ્યક્તિએ પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત છે.

Leave a Comment