હવામાન વિભાગની આગાહી 48 કલાકમાં પડશે અતિ ભારે વરસાદ, અંબાલાલ પટેલે કરી આગાહી

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Gujarat Weather Update: ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક એટલે કે ચાર અને પાંચ ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • ચાર અને પાંચ ઓગષ્ટ ના પ્રતિભારે વરસાદની આગાહી
  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આપી 3 થી 5 ઓગસ્ટ માં અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 4 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. આગામી 4 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદ રહેશે જ્યારે 4 અને 5 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારાં દિવસોમાં પવનની ગતિમાં વધારો થશે પરિણામે રાજ્યમાં વરસાદ વરસી શકે છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ મહત્વપુર્ણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 2-3 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન સર્જાશે જેને લઈ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં થઈને ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. તેમણે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદ રહેશે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 2થી 5 ઓગસ્ટ સુધી વરસાદ રહેશે.

ગુજરાતમાં વરસાદની આગાહી

અંબાલાલ પટેલે કહ્યું કે, 3 ઓગસ્ટથી શરૂ થનારો વરસાદનો ચોથો રાઉન્ડ 9 ઓગસ્ટ  સુધી જોવા મળશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના ભાગોમાં ચાર ઈંચથી લઈ 10 ઈંચ સુધી વરસાદ પડી શકે છે. આ સમયે દરિયામાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આ જિલ્લાઓમાં પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 દિવસોમાં અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધીમી ધારે વરસાદની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી મેઘરાજાનો તોફાની રાઉન્ડ આવશે અને જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને ક્યાંક 10 ઈંચથી વધારે વરસાદ પડશે અને જેના કારણે નદી નાળાં છલકાઈ જશે. ઓગસ્ટના પહેલા સપ્તાહમાં પણ મેઘરાજા તેમનું રૌદ્ર સ્વરૂપ બતાવશે અને અનેક વિસ્તારો જળબંબાકાર થઈ જશે. 

તો મિત્રો આ માહિતી તમને પસંદ આવી હશે. આ માહિતી તમારા મિત્રોને શેર કરો. આવી જ લેટેસ્ટ માહિતી મેળવતા રહેવા માટે અમારા whatsapp ગ્રુપમાં જરૂર જોડાઓ.

Leave a Comment