ગુજરાતમાં Jio 5G સેવા શરુ આ રીતે મેળવો વેલકમ ઓફર

Jio 5G Gujarat: 25 નવેમ્બરથી ગુજરાતના તમામ 33 જિલ્લામાં 5Gની શરૂઆત થઈ ગઈ છે. આ ‘Jio વેલકમ ઑફર’ સાથે, યુઝર્સ 1Gbps+ સ્પીડ સાથે અમર્યાદિત 5G ડેટા મળશે.

ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં Jio ની 5g સેવા શરૂ થઈ ગઈ છે. ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બની ગયું છે જ્યાં Jio 5G શરૂ થઈ ગઈ હોય.

રિલાયન્સની જાહેરાત મુજબ, આ 5G સ્પીડ ગુજરાત અને તેના લોકોને સમર્પિત છે. હવે રાજ્યનાં 33 જિલ્લા મથકો Jio True 5G કવરેજ ધરાવશે. આ સાથે જ ગુજરાતના લોકો ઇન્ટરનેટ ની મહત્તમ સ્પીડ મેળવી શકશે.

Jio 5G Welcome Offer Gujarat

આપણા દેશમાં ઘણા સમયથી ટેલીકોમ ક્ષેત્રે ફાયજી સર્વિસ માટે કામ ચાલી રહ્યું હતું. દેશના અલગ-અલગ શહેરોમાં 5જી સર્વિસ નું ટેસ્ટિંગ પણ અલગ અલગ કંપનીઓ દ્વારા ચાલી રહ્યું છે. એવામાં રિલાયન્સ જીઓ કંપની એ ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લાઓમાં jio true 5g સર્વિસ લોન્ચ કરી દીધી છે.

Jio 5G “વેલકમ ઓફર” માં માં શું મળશે?

jio વેલકમ ઓફર સાથે યુઝર 1gbps સ્પીડ સાથે અનલિમિટેડ 5g દેતા મેળવશે. Jio હેલ્થકેર, એગ્રિકલ્ચર, ઈન્ડસ્ટ્રી 4.0 અને IoT સેક્ટરમાં સાચી 5G સંચાલિત સિરીઝથી શરૂઆત કરશે.

Jio 5G Welcome offer દ્વારા આમંત્રિત કરાયેલા વપરાશકર્તાઓ Jio 5G સેવાઓનો કોઈ વધારાના ખર્ચ વિના ઉપયોગ કરી શકશે, , તેમની પાસે 5G સપોર્ટિવ સ્માર્ટફોન અને રૂ. 239 અથવા તેનાથી વધુનો પ્લાન હોવો જોઈએ.

Jio 5G welcome offer gujarat

5G શરૂ થવા પર શું ફાયદો થવાનો છે?

  • યુઝર્સ હાઇ સ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે.
  • વીડિયો ગેમિંગના ક્ષેત્રમાં 5Gનું આગમન એક મોટું પરિવર્તન લાવશે.
  • યુટ્યૂબ પર વીડિયો બફરિંગ વિના ચાલશે.
  • વ્હોટ્સએપ કોલમાં અવાજ અટક્યા વગર અને સ્પષ્ટ રીતે આવશે.
  • ફિલ્મ 20થી 25 સેકન્ડમાં ડાઉનલોડ થઈ જશે.
  • કૃષિક્ષેત્રમાં ખેતરોની દેખરેખ હેઠળ ડ્રોનનો ઉપયોગ શક્ય બનશે.
  • મેટ્રો અને ડ્રાઇવર વિનાનાં વાહનોને ઓપરેટ કરવું સરળ બનશે.

1 thought on “ગુજરાતમાં Jio 5G સેવા શરુ આ રીતે મેળવો વેલકમ ઓફર”

Leave a Comment