Maruti Suzukiએ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KMની માઇલેજ

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Maruti Suzuki Eeco New Model: મારુતિ સુઝુકીએ તેમની સૌથી સસ્તી કાર મારુતિ સુઝુકી ઇકો નું નવું મોડલ લોન્ચ કર્યું છે. આ લેખ ની અંદર તમે Maruti Suzuki Eeco New Model વિશે સંપૂર્ણ જાણકારી મેળવશો

મારૂતિ સુઝુકીએ ભારતીય બજારમાં પોતાની ઇકો નવી કાર (Maruti Suzuki Eeco) લોન્ચ કરી દીધી છે. કંપનીએ અપડેટેડ ઇકો એમપીવીને 5.10 લાખ રૂપિયા (એક્સ-શો રૂમ) ની શરૂઆતી કિંમત પર લોન્ચ કરી છે. તેના 13 વરિએન્ટ વેચવામાં આવશે જેમાં 5-સીટર ફોન્ફિગરેશન, 7-સીટર કોન્ફિગેરશન, કાર્ગો, ટૂર અને એમ્બુલન્સ વર્જન સામેલ છે. આ પેટ્રોલ એન્જીનની સાથે સીએનજી કિટમાં પણ ઉપલબ્ધ હશે.

Maruti Suzuki Eeco એન્જીન અને માઇલેજ

પેટ્રોલ અને ડીઝલ સતત વધતા ભાવથી લોકો પરેશાન છે એવા સમયમાં મારુતિ સુઝુકીએ પોતાની સૌથી સસ્તી અને વધુ માઈલેજ આપતી કારનું મોડેલ લોન્ચ કર્યું છે.

ઇકોમાં હવે મારૂતિનું નવું 1.2 લીટર ડુઅલજેટ પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે. આ એ જ એન્જીન છે જે ડિઝાયર, સ્વિફ્ટ, બલેનો અને બાકીના મોડલોમાં મળે છે. આ 6,000 આરપીએમ પર 80.76 પીએસનો પાવર અને 104.4 એનએમનો પીક ટોર્ક આઉટપુટ આપે છે. આ જૂના એન્જીન કરતાં વધુ પાવરફૂલ છે. સીએનજી પર ચાલતાં પાવર ઘટીને 71.65 પીએસ અને ટોર્ક ઘટીને 95 એનએમ થઇ જાય છે. કંપનીનું માનીએ તો પેટ્રોલ એન્જીનમાં તેની માઇલેજ 22.20 કિમી/લીટર અને સીનજી સથે 27.05 કિમી/કિગ્રા સુધીનો છે. ગત એન્જીનની તુલનામાં આ 29 ટકા વધુ પાવરફૂલ ઇફિશિએન્ટ છે.

આ પણ વાંચો: જાણો આજના સોના ચાંદીના ભાવ, ખરીદવાની ઉત્તમ તક

Maruti Suzuki Eeco ના ફીચર્સ

નવા મોડલ માં ઘણા નવા ફિચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે.

મારૂતિ સુઝુકી ઇકોમાં એક્લાઇનિંગ ફ્રન્ટ સીટ્સ, કેબિન એર ફિલ્ટર, (એસી વેરિએન્ટમં) અને એક નવું બેટરી સેવર ફંક્શન મળે છે. તેમાં નવા ડિજિટલ ઇંસ્ટ્રુમેન્ટ કલસ્ટર, નવું સ્ટીયરિંગ વ્હીલ અને એસી માટે રોટરી કંટ્રોલ મળે છે. સેફ્ટી માટે એન્જીન ઇમોબિલાઇઝર, હેઝાર્ડ સ્વિચ, ડુઅલ એરબેગ્સ, દરવાજા અને વિંડોઝ માટે ચાઇલ્ડ લોક અને રિવર્સ પાર્કિંગ સેન્સર આપવામાં આવ્યા છે.

Maruti Suzuki Eeco New Model

Leave a Comment