Kasturba Poshan Sahay Yojana 2023: ગુજરાત સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓ પૈકી ગુજરાતમાં માતા ઓના આરોગ્ય અને પોષણમાં સુધારો લાવવા કસ્તુરબા પોષણ સહાય યોજના શરૂ કરવામાં આવી છે.
નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સરકારી યોજના વેબસાઈટમાં. અહીં અમે તમને સરકારી યોજનાઓ વિશેની તમામ માહિતી જેવી કે યોજનાના લાભો, પાત્રતા, સહાયતા ધોરણ, કેવી રીતે અરજી કરવી? વગેરે માહિતી આપીએ છીએ તો આજે આપણે કસ્તુરબા પોષણ સહાય યોજના વિશે માહિતી મેળવીશું.
કસ્તુરબા પોષણ સહાય યોજના 2023
રાજ્યમાં માતાઓમાં કુપોષણ અને એનીમિયાથી થતી બીમારીઓ અને મૃત્યુદરમાં અસરકારક ઘટાડો કરવા અને રાજ્યના ગરીબી રેખા નીચે જીવતા તમામ કુટુંબોની માતાઓના આરોગ્ય અને પોષણમાં સુધારો લાવવા ના આશયથી ગુજરાત સરકાર દ્વારા “કસ્તુરબા પોષણ સહાય યોજના” – શરતી નાણાકીય સહાયની સમગ્ર રાજ્યમાં શરૂઆત કરવામાં આવી છે.
Kasturba Poshan Sahay Yojana Overview
યોજના નું નામ | કસ્તુરબા પોષણ સહાય યોજના |
રાજ્ય | ગુજરાત |
અરજીનો પ્રકાર | ઓફલાઈન |
સહાયની રકમ | રૂપિયા 6000/- |
ઓફિસિયલ વેબસાઈટ | ઓફલાઈન |
કસ્તુરબા પોષણ સહાય યોજનામાં મળતા લાભ
- આ યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની તમામ સગર્ભા માતાઓને કુલ રૂપિયા 2100 ત્રણ તબક્કામાં નાણાકીય સહાયક ચૂકવવામાં આવતી હતી તેમાં વધારો કરી ત્રણ તબક્કામાં કુલ ₹6,000 આપવામાં આવે છે.
- સગર્ભાવસ્થાના છ માસમાં નોંધણી કરાવવાથી રૂપિયા 2000/-
- સરકારી દવાખાનામાં ચિરંજીવી યોજના અને ગ્રાન્ટેન્ટ એડ સંસ્થામાં પ્રસુતિના કિસ્સામાં પ્રસુતિના પ્રથમ અઠવાડિયામાં રૂપિયા 2000/-
- બાળકના જન્મ બાદ ના નવ મહિના પછી અને 12 મહિના પહેલા સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થયા બાદ ₹2,000 આર્થિક સહાય આપવામાં આવે છે.
- આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ₹396.84 કરોડની સહાય આપવામાં આવી છે. જયારે વર્ષ નવેમ્બર 2019 અંતિત 1,87,453 લાભાર્થીઓને ₹37.49 કરોડની સહાય આપવામાં આવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા પણ સહાય
ગુજરાત સરકારના આ અભિગમને ભારત સરકારે પણ સ્વીકારી અને પ્રધાન મંત્રી માતૃ વય વંદના (PMMYV) અંતર્ગત તમામ સગર્ભા માતાઓને ₹5,000 ની સહાય આપવાની યોજના શરૂ કરી છે.
તો મહિલાઓ પ્રધાનમંત્રી વય વંદના યોજના અને કસ્તુરબા પોષણ સહાય યોજના બંનેનો લાભ લઈ શકે છે અને કુલ રૂપિયા 11,000 ની સહાય મેળવી શકે છે.
આ પણ વાંચો:
- PM Vishwakarma Yojana 2023: વિશ્વકર્મા યોજના મળશે આટલા કારીગરોને લાભ
- Shram Yogi Prasuti Sahay Yojana 2023: મહિલાઓને ડીલેવરી માટે મળશે રૂ. 37,500 ની સહાય
અરજી કેવી રીતે કરવી
આ યોજનાનો લાભ લેવા માટે તમારે તમારા એરિયામાં આવેલ આરોગ્ય કેન્દ્ર (સરકારી દવાખાના) ની મુલાકાત લેવાની રહેશે અને ત્યાં જ અરજી ફોર્મ ભરવાનું રહેશે.
યોજના વિશેની તમામ માહિતી અને માર્ગદર્શન તમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી મળી જશે.
તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને “કસ્તુરબા પોષણ સહાય યોજના” વિશેની તમામ માહિતી મળી ગઈ હશે જો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ જરૂર કરો અને આ માહિતીને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા માટે શેર જરૂર કરો.
સરકારી નોકરી અને સરકારી યોજનાઓ વિશેની સંપૂર્ણ માહિતી મેળવતા રહેવા માટે અમારી વેબસાઈટ Sarkari Yojana ની મુલાકાત લેતા રહો તેમજ લેટેસ્ટ માટે અમારા whatsapp ગ્રુપમાં જરૂર જોડાઓ જેની લીંક તમને આ પોસ્ટમાં આપેલી છે