ગુજરાતના આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Unseasonal rains in Gujarat: ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં ભર ઉનાળે હવામાનમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. હાલ આ પ્રકારના મોસમે ખેડૂતોની ચિંતા વધારી છે.

રાજ્યમાં હાલ બે બે ઋતુઓનો અનુભવ થઈ રહ્યો છે એક તરફ કાળજાળ ગરમી છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે 15 તારીખ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.

આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા

હવામાન વિભાગની આગાહી મુજબ આણંદ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં ઉપરાંત સુરત નવસારી વલસાડ અમરેલી સહિતના અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે કરેલી આગાહી બાદ શનિવારે બપોર પછી સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. રાજકોટના ગ્રામ્ય પંથક, અમરેલી અને ગીર તેમજ કચ્છ જિલ્લામાં ભુજ, અંજાર, ભચાઉ, મુન્દ્રામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવના શનિવારે જણાવ્યા પ્રમાણે, 14મી એપ્રિલના રોજ, એટલે આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળે સામાન્ય વરસાદની શક્યતા છે.

પરેશ ગોસ્વામી ની આગાહી

પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર કચ્છ ઉપરાંત દ્વારકા, જામનગર, પોરબંદરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથના કેટલાક ભાગોમાં પણ વરસાદી વાદળો જોવા મળી શકે છે.

માવઠાને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો

સૌરાષ્ટ્રમાં કેસર કેરી તૈયાર થઈ રહી છે અને માર્કેટ યાર્ડોમાં ખુલ્લામાં ટનબંધ ઘંઉ, ચણા સહિતની જણસી ઠલવાઈ રહી છે ત્યારે હવામાનમાં પલટાથી ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા હતા. શનિવારે અમરેલી, ગોંડલ, કોટડાસાંગાણી તથા કચ્છ પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લામાં કમોસમી વાદળો છવાયા હતા.

Leave a Comment