સનેડો ટ્રેક્ટર ખરીદવા સરકાર આપી રહી છે સહાય, આવી રીતે કરો અરજી | Sanedo Mini Tractor

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Sanedo Tractor ikhedut Portal: સનેડો ટ્રેક્ટરની ખરીદી માટે ગુજરાત સરકાર સહાય આપી રહી છે જેની અરજી ikhedut portal પર કરવાની રહેશે. ખેતીવાડી ને લગતી વિવિધ યોજનાઓ માટે ગુજરાત સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે.

નમસ્કાર મિત્રો, તો આજના આ લેખમાં અમે તમને Sanedo tractor ikhedut portal વિશે સંપૂર્ણ માહિતી આપીશું. કેવી રીતે અરજી કરવી કેટલી સહાય આપવામાં આવશે તમામ વિગતો જોવા માટે નીચે આપવામાં આવી છે.

સનેડો કૃષિ સાધન ખરીદી યોજના | Sanedo Tractor

રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાના ખેડૂતોને “સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજના” માટે અરજીઓ મેળવવા આઈ ખેડૂત પોર્ટલ તારીખ 29/12/2023 ના રોજ સવારે 10:30 કલાકે થી તારીખ 28/01/2024 સુધી ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવામાટે ખુલ્લું મુકવામાં આવશે. વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાના નાણાકીય લક્ષ્યાંકની 110% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઈન થાય તે મુજબ નક્કી થયેલ છે.

રાજ્યના ખેડૂતોએ ખેડૂતોને “સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય” આપવાની યોજના માં લાભ મેળવવા માંગતા હોય તેમણે અરજી વખતે 8-અ, આધાર કાર્ડની નકલ અને બેંક પાસબુકની નકલ રાખવાની રહેશે. અને ઓનલાઇન અરજી કરી અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે.

સનેડો ટ્રેક્ટર યોજનાની વિગત

યોજનાનું નામસનેડો કૃષિ સાધન ખરીદી યોજના
રાજ્યગુજરાત
ઓનલાઇન અરજીની શરૂઆત29/12/2023
ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ28/01/2024
સત્તાવાર વેબસાઇટhttps://ikhedut.gujarat.gov.in/

સનેડો ટ્રેક્ટર યોજના માટે પાત્રતા માપદંડ

  • અરજી કરનાર ગુજરાતના નિવાસી હોવા જોઈએ.
  • અરજી કરનાર ખેડૂતો પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ.
  • લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે.

Sanedo Mini Tractor Yojana આવશ્યક ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ
  • બેંક પાસબુકની નકલ
  • 7-12, 8-અ

સનેડો કૃષિ સાધન ખરીદી સહાય યોજના અરજી કેવી રીતે કરવી?

સનેડો ટ્રેક્ટર ખરીદી સહાય માટે ગુજરાતના ખેડૂતોએ સરકાર દ્વારા બનાવવામાં આવેલા પોર્ટલ આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ અરજી તમે જાતે કરી શકો છો અથવા નજીકના કોઈ કોમ્પ્યુટર સેન્ટર પાર જઈ અને અરજી કરી શકો છો.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે અંગેની વિગતવાર પ્રોસેસ અહીં નીચે આપેલ છે.

  • સૌપ્રથમ તો ઓફિશિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ પર જાવ.
  • હોમ પેજ પર રહેલા મેનુમાંથી “યોજનાઓ” પર ક્લિક કરો.
  • ત્યારબાદ ખેતીવાડીની યોજનાઓ સામે રહેલ “વિગતો માટે અહીં ક્લિક કરો” પર ક્લિક કરો.
  • આટલું કર્યા પછી નીચેની તરફ જશો તો તમને વિવિધ યોજનાઓ જોવા મળશે.
  • હવે તેમાંથી સોલર પાવર યુનિટ/કીટ યોજના ની સામે રહેલ “અરજી કરો” બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારી સામે સૂચનાઓ આવી જશે. તેની નીચે તમે રજિસ્ટર્ડ અરજદાર છો? ની સામે રહેલ વિકલ્પ પસંદ કરી “આગળ વધવા ક્લિક કરો”
  • તમારી સામે ફોર્મ ખુલી જશે તેમાં સંપૂર્ણ વિગતો ભરી અરજી સેવ કરવી ત્યારબાદ અરજીને કન્ફર્મ કરી પ્રિન્ટ કાઢી લેવી.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓનલાઇન અરજી કરવાClick Here
અરજીની સ્થિતિ જાણવાClick Here
ઓફિશ્યિલ વેબસાઈટClick Here
હોમપેજSarkari Yojana

Leave a Comment